
ભારતીય જનતા પાર્ટીના સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ૨ એપ્રિલ ૨૦૨૩, રવિવારે ૧૦.૦૦ કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓને તબીબો દ્વારા CPR ટ્રેનિંગ આપવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કરાવશે. જેમાં શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
