જામનગરમા કેબીનેટ મીનીસ્ટર–M.P.-M.L.A.-સંગઠન હોદેદારોની ઉપસ્થિતિમા યોજાયુ CPR તાલીમ ડેમો

જામનગર ( ભરત ભોગાયતા)

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપ ના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી,ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રદેશ ભાજપ ના મહામંત્રીશ્રી અને સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ દ્રારા અચાનક આવતા હાર્ટ એટેક (હ્દય રોગનો હુમલો CPR ) થી માનવ જીવન ને બચાવવા જામનગર જીલ્લા ડોકટર સેલ દ્રારા જામનગર ની મેડીકલ કોલેજ ખાતે ટ્રેનીંગ અભિયાન કાર્યક્રમ જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, કાર્યક્રમના ઇન્ચાર્જ તથા શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પ્રકાશ બામણીયાની આગેવાની માં કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજાની વિષેશ ઉપસ્તીથી માં કરવામાં આવ્યું હતું. આ તબક્કે એમ.પી.શાહ મેડિકલ કોલેજ ના તજજ્ઞ ડોકટર્સ દ્વારા સી.પી.આર. ટ્રેનિંગ અંગે વિગતવાર માર્ગદર્શન આપી લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવમાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવો કાર્યકર્તાઓ ને પણ લાઈવ ડેમો કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું


આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પ્રકાશ બામભણીયા, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાડવા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, વિનોદભાઈ ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, ધરમસીભાઇ ચનીયારા, મેયર બીનાબેન કોઠારી, ગોવશિપ યાર્ડના ડાયરેક્ટર તથા પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલના કેવિન વિરાણી આર.ટી. જાડેજા સહીત શહેર સંગઠન ના હોદેદારો, મોરચા અધ્યક્ષ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઇન્ચાર્જ તથા શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ધવલ નાખવા, ગોપાલ સોરઠીયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જહેમત ઉઠાવવામાં આવેલ. જામનગર જી.જી.એચ.એ ના એનેસ્થેશિયા વિભાગના વંદનાબેન ત્રિવેદી તથા તેમની ટિમ દ્વારા તાલીમ આપવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *