ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સુવિધામાં જનતાને પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિવારણ કરવા ધારાસભ્ય રીટાબેન પટેલે મ્યુનિસિપલ કમિશ્નર જે. એન. વાઘેલા, મેયર હિતેશ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલને રજૂઆત કરી.

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની અખબારી યાદી જણાવે છે કે, વિસ્તારના વિકાસ તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓના નિવારણ માટે હંમેશા તત્પર અને સક્રિય રહેતા ઉત્તર વિધાનસભાના યુવા મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલે ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સુવિધાને સુગમ બનાવવા અંગે મ્યુનિસિપલ કમિશ્નર જે. એન. વાઘેલા, મેયર હિતેશ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ અને સહિતના મનપાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી તાત્કાલિક સમસ્યા દૂર કરી જનતાને પડતી અગવડતાનું નિરાકરણ લાવવા માટે તાકીદ કરી હતી તેમજ મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસકાર્યો બાબતે ચર્ચા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *