લીટલ વન્ડર યોગા ક્લાસ દ્વારા 50 જેટલા બાળકોને સર્ટિફિકેટ અને ગિફ્ટ નું વિતરણ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ
લીટલ વન્ડર યોગા ક્લાસ દ્વારા 50 જેટલા બાળકોને સર્ટિફિકેટ અને ગિફ્ટ નું વિતરણ કરવામાં આવ્યું,તા,૨૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૯.૦૦કલાકે યોગ ટ્રેઈનર કોકીલાબેન વાળા , વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન, યોગા કોચ ઉમેશભાઈ તામસે, વિનયભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ વાળા, મોહનભાઈ મકવાણા, ભાવેશ દેસાઈ, મહેશ રાવલ, દિનેશ ચૌધરી, ભાવનાબેન પંચોલી, તથા યોગ સાધક બહેનોના સહકારથી આ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયેલ. રાધિકાબેન કુલીનભાઈ પ્રધાન તરફથી દરેક બાળકોને ગિફ્ટ આપવામાં આવેલ.

નાના નાના બાળકોને યોગ પ્રણામ કરતાં જોઈ બાળકોના માતા પિતા આશ્ચર્યચકિત થયા હતા અને યોગ ટ્રેનર કોકીલાબેન વાળા નો ખૂબ ખૂબ આભાર માનીયો હતો. યોગ કોચ ઉમેશભાઈ તામસે દ્વારા યોગનું જીવનમાં મહત્વ તથા બાળકોના જીવનમાં યોગનું સર્વાંગી વિકાસનું મહત્વ સમજાવ્યું હતું.

લીટર વન્ડર યોગા ક્લાસ દ્વારા બાળકોને યોગ, ડ્રોઈંગ, મેડીટેશન, મોટીવેશનલ સ્પીચ, વિષયો ઉપર યોગ ટ્રેનર કોકિલાબેન વાળા દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું. કોકીલાબેન વાળા દ્વારા ફક્ત બે સ્ટુડન્ટ થી યોગ ક્લાસીસ તેરાપંથ ભવનમા અલ્પેશભાઈ શહ ના સહકારથી શરૂ કરવામાં આવેલ, આજે 20 બહેનો અને 50 જેટલા બાળકો એમ કુલ મળીને 70 થી 80 યોગસાધકો કોકીલાબેન વાળા પાસે યોગ શિખે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *