ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાનો દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો.


ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાનો દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો. પ્રમુખ તરીકે કનુભાઈ હાલાણી અને મંત્રી તરીકે નિલેશભાઈ રાવલની વરણી ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોનો દાયિત્વ ગ્રહણ સમારોહ પારકર ભુવન ખાતે યોજાઈ ગયો. ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના સંયોજિકા શ્રીમતી સોનલબેન મોઢ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંઘચાલક પ્રતાપભાઈ ઠક્કર શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ મદનલાલ રાઠી તેમજ પ્રતિષ્ઠિત તબીબ ડૉ. મનોજભાઈ અમીન તથા ડૉ. સંજયભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા
દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે શરૂ થયેલ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રીમતી પુષ્પારાની ગર્ગે મહેમાનોનુ શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું તેમજ સંસ્થા દ્વારા થયેલી પ્રવૃત્તિઓ ની માહિતી આપી તથા પૂર્વ મંત્રી દિપકભાઈ માધવાણી દ્વારા સંસ્થા દ્વારા થયેલ વિવિધ પ્રકલ્પોની માહિતી સાથે અહેવાલ રજૂ કર્યો કાર્યક્રમમાં જેમની વિશેષ ઉપસ્થિતિ હતી એવા સોનલબેન મોઢ દ્વારા સંસ્થાના પ્રમુખ તરીકે કનુભાઈ હાલાણી અને મંત્રી તરીકે નિલેશભાઈ રાવલ તેમજ કારોબારી સભ્યોની વરણી ની જાહેરાત તેમજ શપથ ગ્રહણ કરાવવામાં આવેલ . તેઓએ પ્રાસંગિક ઉદબોધનમાં વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા થયેલ કાર્યોની પ્રશંસા કરી તેમજ હોદ્દેદારો અને કારોબારી સભ્યોને શુભેચ્છા વ્યક્ત કરી.
જિલ્લા સંઘ ચાલક પ્રતાપભાઈ ઠક્કરે પોતાના પ્રસંગે ઉદ્બોધનમાં જણાવેલ કે 24 વર્ષ પહેલા બીજ સ્વરૂપે શરૂ થયેલી સંસ્થા જે આજે વટ વૃક્ષ બનીને શહેરમાં ખૂબ જ સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેનાથી સંતોષ વ્યક્ત કરેલો.
આ પ્રસંગે ઉપસ્થિત મદનલાલ રાઠી ડૉ. સંજયભાઈ ગાંધી તથા ડૉ. મનોજભાઈ અમીને પણ શુભેચ્છાઓ વ્યક્ત કરી સંસ્થા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી શુભભાવના વ્યક્ત કરી

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *