વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી “રાજ્ય સ્વાગત કાર્યક્રમ” યોજાયો

તાપી જિલ્લાના વર્ષ-૨૦૦૮માં સ્વાગત કાર્યક્રમના લાભાર્થી સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો સંવાદ


કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.

સ્વાગત સેવાના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ વર્ચ્યુલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી “રાજ્ય સ્વાગત” કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જેમણે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હોય અને તેઓના પ્રશ્નનો સુખદ નિકાલ આવ્યો હોય તેવા વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. વિવિધ જિલ્લાઓના લાભાર્થીઓ પૈકી તાપી જિલ્લાના પણ એક દિવ્યાંગ લાભાર્થી શ્રી વિનયભાઇ બાલુભાઇ ચૌધરી સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવાદ કર્યો હતો.

નોંધનિય છે કે, તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના વાધનેરા ગામના દિવ્યાંગ જાગૃત નાગરિક શ્રી વિનયભાઇ બાલુભાઇ ચૌધરીએ વર્ષ ૨૦૦૮માં દુકાન શરૂ કરવાના હેતુસર લોન માટે અરજી કરી હતી. અરજી મંજુર થવા છતા  ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ લિમીટેડ ગાંધીનગર તરફથી ચેક ન મળતા વિનયભાઇએ “સ્વાગત કાર્યક્રમ ”માં આ બાબતે રજુઆત કરી હતી. એને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં તેઓના પ્રશ્નનો સંવેદનશીલતાથી નિરાકરણ લાવતા વિનયભાઇને વર્ષ-૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂપિયા ૩૯,૨૪૫/-રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેના થકી પોતે જનરલ પોવિઝનની દુકાન શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ વિશે ક્હ્યું કે, એક નાના બીજથી વટવૃક્ષ બનેલા આ કાર્યક્રમની સફળતા સાચા હક્કદાર ગુજરાતના જાગૃત નાગરિકોને ગણાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું આ મોડલ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે, તેની અલગ ઓળખ ઊભી થઈ છે. “સ્વાગત કાર્યક્રમ”ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે, જે તેની સફળતાનો પુરાવો છે.

આ પ્રસંગે તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, ડીસીએફ પુનિત નૈયર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી સહિત સંકલન સમિતીના તમામ ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM