મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને અને વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતમાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો

રાજ્ય સ્વાગત કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિત કલેક્ટરશ્રી અને વહિવટી તંત્રના અધિકારીઓ જોડાયા :

રાજ્ય સ્વાગત કાર્યક્રમમા મુખ્યમંત્રીશ્રીએ પ્રજાના પ્રશ્નો નિવારી અધિકારીઓને આપ્યુ ઉપયોગી માર્ગદર્શન :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સ્વાગત કાર્યક્રમના 20 વર્ષની ઉજવણી પ્રસંગે માનનિય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ગતરોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા દેશના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઇ મોદી પણ વર્ચુઅલ માધ્યમથી જોડાયા હતા. વડાપ્રધાન શ્રી મોદીએ સ્વાગત કાર્યક્રમના બે દાયકાના અનુભવો તથા તેના થકી જનહીતના કાર્યોને લઇ અરજદાર સાથે સંવાદ કરી, જુના સ્મરણો તેમજ અનુભવો જણાવ્યા હતા.

માનનિય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમમા, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિત કલેક્ટર શ્રી મહેશ પટેલ અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ભાગ લીધો હતો.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વાગત કાર્યક્રમમા વિવિધ જિલ્લાના નીતીવિષયક પ્રશ્નોનો સુચાર નિકાલ કરી અધિકારીશ્રીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ. સાથે જ સ્વાગત કાર્યક્રમની 20 વર્ષની ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રજુ કરાઇ હતી. સરકારના લોકાભિમુખ વહીવટ ધરાવતા રાજ્યના વર્ચુઅલ સ્વાગત કાર્યક્રમમા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા વહીવટી તંત્ર સહીત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, સ્થાનિક આગેવાનો સહીત ત્રણેય તાલુકાના મામલતદારશ્રીઓ તાલુકા કક્ષાએ, અને ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ કક્ષાએ પણ સ્થાનિક પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *