
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા ફાળવવામાં આવેલ અનુદાન માંથી નિર્માણ પામેલ અદ્યતન સાધનો થી સજ્જ ઓ.એચ.સી સેન્ટર નું કંપની ના સીઈઓ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જયાબેન મોદી હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા






અંકલેશ્વર ની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સજ્જન ઇન્ડિયા લિ. સી.આસ.આર હેઠળ ના અનુદાન દ્વારા અંકલેશ્વર અને તેની આસપાસ ની ઔદ્યોગિક એકમો માટે અત્યંત જરૂરી એવા ઓએચસી સેન્ટર નું નવીનીકરણ કરવામાં આવ્યું છે ,આ ઓ.એચ.સી સેન્ટર માં જરૂરી અદ્યતન મેડિકલ સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે ,આ ઓ.એચ.સી સેન્ટર નું સજ્જન ઇન્ડિયા કંપની ના સીઈઓ અનંથનારાયણન ના હસ્તે લોકાર્પણ કરવા માં આવ્યું હતું. આ ઓ.એચ.સી સેન્ટર માં અંકલેશ્વર તેમજ આસપાસ ની ઔદ્યોગિક વસાહત ના કામદારો અને તેમના પરિવારજનો ને ઉત્તમ આરોગ્ય સેવાઓ સરળતા થી મળી રહેશે.. ઓ.એચ.સી. ખાતે યુએસના સ્ટાન્ડર્ડ આધારિત કાનની તપાસ માટે ઓડિયો મેટ્રિક ચેમ્બર જેમાં ઇટાલિયન મેક નું મશીન, ફેફસાની કેપેસિટી તપાસવા માટે ઇટાલિયન મેકનું પીએફટી મશીન જેમાં નાના બાળકો માટેની પણ તપાસ કરવી શક્ય છે. આંખની તપાસ માટે યુએસએ મેક નું ટીટમસ કંપનીનું મશીન જેમાં દ્રષ્ટિની તપાસ, પેરીફેરલ વિઝન ડેપ્થ પરસેપ્શન, ફોરીયા, નાઈટ વિઝન જેવી તપાસ તેમજ , ઇસીજી મશીન જેમાં બેલ્ટ પહેરાવીને વ્યક્તિનો ઇસીજી ડિજિટલ ફોર્મમાં રેકોર્ડ થઈ જાય તેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે સાથે સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા રૂ.ર કરોડના અનુદાન થી કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી વોર્ડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવશે .
આ પ્રસંગે અશોક પજવાની.હિતેન આનંદપુરા. તેમજ સજ્જન ઇન્ડિયા કંપની ના નીતિન શાહ, પ્રવીણ જોશી. હોસ્પિટલ ના ડો.આત્મી ડેલીવાલા સહીત ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.