રિપોર્ટ, મયુર પટેલ
રાનકુવા કેન્દ્ર જિલ્લા ક્ક્ષાએ દ્રિતીય ક્રમે ૭૩.૦૫% ચાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો




ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-૨૦૨૩ યોજાયેલ ધોરણ-૧૦ની પરીક્ષાનું બોર્ડનું પરિણામ ૬૪.૬૨%, નવસારી જિલ્લાનું ૬૪.૭૫% અને રાનકુવા કેન્દ્ર ૭૩.૦૫% આવ્યું. તેની વચ્ચે ગ્રાન્ટેડ શાળામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા માંથી કુલ ૩૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી ૨૮૧ વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થઈ ૮૦.૫૧% પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં ૪ વિદ્યાર્થીનીઓ એ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં પ્રથમ ક્રમે શાળાની વિદ્યાર્થીની શ્રધ્ધા બાબુભાઈ પટેલ (PR-૯૯.૯૪) કર્યો. ઉપરાંત દ્રિતીય ક્રમે ધ્રુવી કમલેશભાઈ પટેલ (PR-૯૯.૮૬) અને તૃતીય ક્રમ જસ્મીતા મનુભાઈ પટેલ (PR-૯૯.૬૬) તેમજ ચોથા ક્રમે સુહાની નયનકુમાર પટેલ (PR-૯૯.૪૨) પ્રાપ્ત કરી શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે.
શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવારને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ.રાજશ્રીબેન ટંડેલ,પ્રમુખશ્રી ઠાકોરકાકા, મંત્રીશ્રી જશુભાઈ નાયક તથા ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રી દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.