
કેન્દ્રમાં માન. નરેન્દ્રભાઈ મોદી સરકારના નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના અંતર્ગત સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિર્વસીટી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઘર-ઘર સંપર્ક અભિયાન હેઠળ અલ્પકાલીન વિસ્તારક કાર્યક્રમ હેઠળ સિદ્ધપુર વિધાનસભાની કાર્યશાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે હાજરી આપી. ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીના ફોટોને તેઓની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા દ્વારા કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુંઅલી માર્ગદર્શન મેળવ્યું.

આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રભારીશ્રી જગદીશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નિલેશભાઈ રાજગોર, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, મહામંત્રી અને કાર્યક્ર્મ ઇન્ચાર્જ મનીષભાઈ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, પાલિકા ઉપપ્રમુખ નારીભાઈ આસનાની યુવા મોર્ચા પ્રમુખ મીહીરભાઈ, કાર્યશાળાના પ્રભારી જશુભાઈ, દાદુજી, દીલીપભાઈ સહિત પક્ષના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, વિસ્તારકશ્રીઓ જોડાયા હતા અને રકતદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.