મેયર હેમાલીબેન બોઘાવાલાએ ભૂલકાઓને મોં મીઠું કરાવી શાળામાં આવકાર્યા

સુરતની વી.એન.ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં ભૂલકાંઓને ઘોડાગાડીમાં સફર કરાવી શાળાપ્રવેશ કરાવ્યો

 વી.એન.ગોધાણી ઈંગ્લિશ સ્કૂલમાં જુનિયર કે.જી.ના ભૂલકાઓ માટે ભાવાત્મક વાતાવરણમાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવમાં બાળકો તો તૈયાર થઈને આવ્યા હતા પણ સાથે સાથે તેના મમ્મી-પપ્પા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહ્યા હતા.

             મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા અને ગોવિંદભાઈ ધોળકિયાએ બાળકોનું કંકુ-ચોખા સાથે-સાથે ફૂલોના હાર પહેરાવી, ચોકલેટ આપી ભાવ સાથે સ્વાગત કર્યું. બાળકોના આ દિવસને વધારે યાદગાર બનાવવા ઢોલ-નગારા સાથે ઘોડાગાડીમાં બાળકોને ફેરવવામાં આવ્યા એ સમયે તમામ વાલીઓએ ગરબા લઈને નવા પ્રવેશ પામતા બાળકોને વધાવ્યા હતા.  

              આજે ફુલ ડે સ્કૂલમાં મનોરંજન માટે જમ્પિંગ, કાર્ટૂન કેરેક્ટર, મહેંદી કોર્નર, પોપકોર્ન, આઈસ્ક્રીમની બાળકોએ મજા માણી હતી. વિવિધ પ્રકારના રમકડાંઓ દ્વારા બાળકોને સ્કૂલમાં પણ નવું વાતાવરણ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

                વિશેષ અતિથિ મેયર હેમાલી બોધાવાલાએ બાળકની માસુમિયત, મુસ્કાન અને નિખાલસતા ને જોઈને ફરી બાળક બનવાનું મન થાય છે એમ જણાવી ભૂલકાઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભેચ્છા પાઠવી હતી. શ્રી ગોવિંદભાઈએ કહ્યું કે, અનોખી ઉજવણી થકી બાળકને સ્કૂલ પોતાની લાગે અને રમતા રમતા આવે એવા ભાવ સાથે ટ્રસ્ટ પરિવાર આ રીતે બાળકની સાથે બાળક બને છે.

              ભગવાનભાઈએ પણ બાળકોને વધાવ્યા હતા. આ કાર્યક્રમમાં કતારગામના નગરસેવકશ્રી ઘનશ્યામભાઈ સવાણી અને જયશ્રીબેન વરિયા તેમજ વેડરોડ કતારગામ મેડિકલ એસો.ના ડોકટર મિત્રોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *