વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી

સુરત જિલ્લાકક્ષાની “વિશ્વ સિકલસેલ દિવસ”ની ઉજવણી માંડવી આઈ.ટી.આઇ. ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ સિકલસેલ અવેરનેસ, મેરેજ કાઉનસેલીંગ, ટેસ્ટીંગની કામગીરી અંગે સૌને માહિતગાર કરાયા હતા.

            આ અવસરે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, બાળક જન્મે ત્યારથી સિકલસેલ રોગની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. આ રોગની ગંભીરતા, તપાસ, સારવાર તેમજ મેરેજ કાઉન્સિલીંગ વિશે વધુને વધુ લોકોને માહિતગાર થાય તે માટેના સહિયારા પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો.

            અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. સુજીત પરમાર તથા ઈએમઓ શ્રી ડો. કૌશિક મહેતાએ સિકલસેલ રોગના લક્ષણો, મેરેજ કાઉન્સિલીંગ, તપાસ, સારવાર તેમજ સહાય વિશે સમજણ આપી હતી. પ્રોગ્રામના અંતે તાલુકા  આરોગ્ય અધિકારી શ્રી ડો. નરેન્દ્ર ચૌધરી દ્વારા આભાર વિધિ આટોપી હતી.

        આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, સંગઠન મંત્રીશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, તેમજ મેડિકલ ઓફિસરશ્રી હાજર રહ્યા હતા. તાલુકા સુપરવાઈઝર મેઇલ, ફિમેલ, સિકલસેલ કાઉન્સિલર, એલટી, સીએચઓ, આરબીએસકે ટીમ, તેમજ તાલુકા ટીમના સહિયારા પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *