
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદી ની સરકાર ના નવ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી ના ભાગ રૂપે શહેર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળા અને વરિષ્ઠ કાર્યકર્તા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.





ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સરકાર ના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે સમગ્ર ભાજપ દ્વારા ગુજરાત માં 182 વિધાનસભા બેઠક ઉપર એક જ સમયે અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા 25 જૂન થી 27 જૂન દરમ્યાન વિસ્તારકો દરેક ઘરે ઘરે લોક સંપર્ક કરી નરેન્દ્ર મોદી સરકાર ના નવ વર્ષ ની ઉપલબ્ધીઓ ની ચર્ચા કરશે તેમજ મકાન ની દીવાલ ઉપર જનસંપર્ક અભિયાન નું સ્ટીકર લગાવવા માં આવશે આ અભિયાન ના ભાગરૂપે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક ઉર ભાજપ દ્વારા અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળા યોજાય હતી જેમાં વિસ્તારકો ને કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ ની સાથે ભાજપ ના વરિષ્ઠ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે વરિષ્ઠ કાર્યકરો નું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે ડોકટર શ્યામા પ્રસાદ મુખરજી ના નિર્વાણ દિન નિમિતે તેઓ ની તસ્વીર ઉપર પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી ,આ પ્રસંગે ભરૂચ જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, પ્રદેશ ના ,વિસ્તારક જનક પટેલ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા સહીત તમામ મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા