આત્મીય વિદ્યાધામની સભામાં શ્રી. રાજેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટ : બીના પટેલ

પ્રાદેશિક સંત પુ. ગુરુપ્રસાદસ્વામીજી અને પૂ. આનંદસાગર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ તથા અમરીશ મૂકતો અને ભક્તો અને બહેનોની હાજરીમાં તા ૨૫-૦૬-૨૦૨૩ ના રોજ રવિવારે એક પારિવારિક સભાનું આયોજન આત્મીય વિદ્યાધામ ખાતે કરવામાં આવ્યું. જેમાં આણંદ જિલા નવ નિયુક્ત ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
આજની આ સભામાં સંસ્થાના પારિવારિક સંત પૂ.ગુરુપ્રસાદ સ્વામીજી અને પૂ ફુવાજી દ્વારા આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી. રાજેશભાઈ પટેલે સન્માન કરવા બદલ આત્મીય વિદ્યાધામ નો હાર્દિક આભાર વ્યક્ત કર્યો. વધુમાં બોલતા જણાવ્યું કે સરકારી યોજનાનો ગરીબ અને મધ્યમ વર્ગ સુધી પહોંચાડવાની નેમ વ્યકત કરી. એમના જીવનમાં પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજી ના આશીર્વાદ છે.એમ જણાવી પોતાની કૃતજ્ઞતા જણાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *