
થિયોસોફિકલ ફેડરેશન ભાવનગર ગુજરાત ના પ્રમુખ શ્રી હર્ષ વદન ભાઈ અને મહા મંત્રી શ્રી સી કે સોની સાહેબ દ્વારા વેબ સાઇટ નું લોન્ચિંગ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય ની તમામ લો જો ના પ્રમુખ અને મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં તેઓના હાથે વેબ સાઇટ નુ લોન્ચિંગ કરવા માં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં થિયોસોફિકલ સારસ્વત લોજ ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ અને મંત્રી શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ, શ્રી ગિરીશ નીલ ગીરી દ્વારા થિયોસોફિકલ પ્રતીક શ્રીમાળી યુવા પ્રવૃત્તિ ચેરમેન અને શ્રી મનુ ભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સદસ્યો ને વેબ સાઇટ ના ફાયદા વિશે સમજ આપી હતી..
વેબસાઈટ તૈયાર કરનાર શ્રી દિપક પંડયા સાહેબ નોડલ અધિકારી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમ માં મહા મંત્રી શ્રી સી કે સોની સાહેબ દ્વારા લોજ માં જોડાવા માટે નું ફોર્મ કેવી રીતે ભરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું
પ્રમુખ શ્રી હર્ષવદન શેઠ દ્વારા અઠવાડિયે એક વાર મળવું અને આ સિવાય એટલે કે થિયોસોફિકલ સિવાય ની પ્રવૃતિ ભારત સમાજ સેવા પૂજા રાખવા અનુરોધ કર્યો હતો
આ કાર્યક્રમમાં ગુજરાત ના દરેક જિલ્લાઓ ની લોજો ના પ્રમુખ મંત્રી શ્રી ઓ એ બેંક એ કાઉન્ટ માં પડતી મુશ્કેલી ઓ રજૂ કરી હતી તે અંગે પ્રમુખ શ્રી એ માર્ગદર્શન આપ્યું હતું
અંત માં આભાર મંત્રી શ્રી સી કે સોની સાહેબ દ્વારા માનવામાં આવ્યો હતો