મહુવા તાલુકાના અનાવલ ગ્રામ પંચાયત દ્વારા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો કાર્યક્મ કરવામા આવ્યો

રિપોર્ટ, મયુર પટેલ

શહીદોને શ્રધ્ધાંજલિ માટેનો ‘શિલાફલકમ’, માટીના દીવા સાથે સેલ્ફી, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, ૭૫ રોપાની અમૃત વાટિકા બનાવવી, વસુધા વંદન, વીરોને વંદન, ધ્વજારોહણ કરાયું

માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામમા ગ્રામ પંચાયત દ્વારા કરવામા આવ્યો
આ પ્રસંગે પ્રા.શાળા.ના આચાર્ય ધીરુભાઈ એ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા, એકતા અને અખંડિતતામાં યોગદાન આપનારા નાયકોને સમર્પિત કરવા અને રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય તે માટે દેશમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે.
દેશને આઝાદી અપાવવા માટે અનેક સપૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ત્યારે દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવાનો અમૂલ્ય અવસર છે. દેશની સુરક્ષા અને સલામતી કાજે અનેક વીર પુરુષોએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે. સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારતની ભૂમિ મા સમાન વંદનીય અને પૂજનીય ગણાય છે. ત્યારે આ અવસર માતૃવંદનાનો છે એટલે મારી માટી મારો દેશ અભિયાનમાં દરેકે જોડાઈને રાષ્ટ્રપ્રેમ જગાવવા અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત રહેવાનું.

       આ પ્રસંગે અનાવલ ગામના અમૃત સરોવર ખાતે શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ, આર્મીમા નિવૃત્ત થયેલા રમેશભાઈ રમણભાઈ પટેલ CRPF હવલદાર ગઢચિરોલી મહરાષ્ટ્ર થી નિવૃતિ આને અનુપભાઇ ડાહ્યાભાઇ પટેલ , પાંચકાકડા  આર્મી સિપાહી દાનાપુર બિહાર થી નિવૃત્ત થયેલ ને સાલ અને શ્રીફળ આપી સન્માનવંદન કર્યા હતા.
                આ કાર્યક્રમ મા સરપંચ શ્રી મંજુલાબેન પટેલ, ત.ક.મંત્રી સુરેશભાઈ, પંચાયત  સભ્યો, આશાબેહનો,અનાવલ એ.પી.એમ.સી.ના પ્રમુખ હરીશભાઇ કેદારીયા, સ્વામી વિવેકાનંદ યુવાબોર્ડ સંયોજન મયુર પટેલ સંગઠન ના કાર્યકરતાં  ગૌરાંગ ભાઇ, જીતુભાઈ,દિનેશભાઇ,રતિલાલભાઇ. વગેરે  ગામના આગેવાનો  ઉપસ્થિત રહિયા હતા.

અંતે પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરાયુ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *