
રિપોર્ટ,મયુર પટેલ
વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ જાગૃત કરવા એન.એસ.એસ.- જે આર. સી નું મહત્વ
રાનકુવા શાળા કે કોલેજનું ચાર દિવાલો વચ્ચેનું શિક્ષણ વિદ્યાર્થીઓની સર્વ શક્તિઓને બહાર લાવતી નથી. એ માટે આઉટડોર લર્નિંગ ક્ષેત્રમાં જઈ જે.આર. સી, એન.એસ.એસ, ઇકો ક્લબ, ડ્રોઈંગ,રમતો વગેરે પ્રવૃત્તિને વિકસાવવી જ પડશે.આ બધું ટીમ સંઘ ભાવનાથી થશે. આ શબ્દો એન.એસ.એસ પ્રવૃત્તિના શ્રેયાન પ્રા. જશુભાઈ નાયકે શ્રી. બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા તા. ચીખલીમાં એન.એસ.એસ,જે.આર.સી પ્રવૃત્તિના વિદ્યાર્થીઓ સમક્ષ ભૂમિકા તૈયાર કરતા જણાવ્યા હતા. વધુમાં ઉમેર્યું હતું કે એન.એસ.એસ પ્રવૃત્તિનું મહત્વ આઝાદીના અમૃત મહોત્સવ, મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતી તથા ઓરિસ્સા સૂર્યમંદિર વધુ અંકાયું છે શાળા કક્ષાએ આ પ્રવૃત્તિના પ્રમાણપત્ર વિદ્યાર્થીઓને ટકાવારી સાથે સહાયક બની રહેશે.
જે આર. સી પ્રવૃત્તિની માહિતી આપતા રેડક્રોસ નવસારીની આ પ્રવૃત્તિના કોર્ડીનેટર ડૉ.ધર્મેશ કાપડિયાએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્થાપેલ રાનકુવા હાઇસ્કુલમાં આ બંને પ્રવૃત્તિના સ્પંદનો છે.
જે આર. સી પ્રવૃત્તિમાં આપણી હેલ્થ સર્વિસ ફ્રેન્ડશીપ કેન્દ્રમાં છે.પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીઓએ તંદુરસ્ત ઉત્સાહ સભર રહેવાનું છે. પછી સામાજિક કાર્યોમાં જોતરાવાનું છે. નાની વયમાં રેડક્રોસની રક્તદાનની પ્રવૃત્તિના પ્રચારક બની 18 વર્ષે રક્તદાતા બનવાનું છે. એ માટે હિંમત ઉત્સાહમય અને મિત્રતામય બનવું પડશે. હેલ્થ, ફ્રેન્ડશીપ અને સર્વિસના ગુણોનું સિંચન કરતી આ પ્રવૃત્તિ સમગ્ર ભારતમાં રેડક્રોસ સંસ્થાના ઉપક્રમે વિકસી છે.
પ્રારંભમાં શાળાના આચાર્યશ્રી સંજયસિંહ પરમારે વક્તા નો પરિચય આપી ખાદીના રૂમાલ અને ધૂપસળીથી સ્વાગત કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસર પંકજ પટેલે કાર્યક્રમનું સંચાલન, અનિતાબેન પટેલે સ્વયંસેવકો પાસે પ્રતિજ્ઞા પત્રનું વાંચન, રીમાબેન પટેલે આભાર વિધિ કરી હતી.