





મહેસાણા ના યંગ બ્લડ ગ્રુપ, રાજધાની ટાઉનશીપ માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અહિયાં છેલ્લા પંદર વર્ષથી ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે પણ યંગ બ્લડ ગ્રુપ દ્રારા ઉત્સાહભેર વાજતે ગાજતે ગણપતિ દાદાની શોભાયાત્રા કાઢી અને ગણપતિ બાપા મોરિયા ના નાદથી આંખો વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો ત્ર્યંમ્બકેશ્વર મહાદેવ, રાજધાની ટાઉનશીપ માં લગાવેલ પંડાલમાં દાદાની પૂજા અને સ્થાપના કરી અને આરતી કરી હતી.
ગણેશ મહોત્સવ ઉત્સવ દરમિયાન આનંદનો ગરબો, રાસ-ગરબા, પ્રખ્યાત ટીવી કલાકારો દ્રારા અભિનીત નાટકનો કાર્યક્રમ યોજાયો આ ઉત્સવ મા ૧૦૦૮ લાડુ નો યજ્ઞ, તેમજ સમૂહ ભોજન પ્રસાદ જેવા કાર્યક્રમો ની સાથે સાથે એક અલગ વિચારધારા લઈને યંગ બ્લડ ગ્રુપ દ્રારા આ વર્ષે આસપાસ ના આ વિસ્તારની ૨૫ થી વધુ જેટલી સોસાયટીઓની ૭૯૪ જેટલી કુંવારી દીકરીઓને ભેટ આપવામાં આવી તેમજ વડીલોના આશીર્વાદ એ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે તે રાહે આગળ વધવા વડીલ વંદના જેવા પ્રેરણા દાયક પ્રોગ્રામ નું આયોજન કરી આસપાસ ના વિસ્તારની ૨૫ થી વધુ જેટલી સોસાયટીઓના ૫૭૬ વડીલો નું સન્માન કરી સાલ તથા ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગણપતિ દાદા ના જય જય કાર સાથે કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા