સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત આણંદ ખાતે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી અંતર્ગત કિશોરી મેળો યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

આણંદ, કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા “સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આણંદ જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી તથા આઈ.સી.ડી.એસ.,આણંદ દ્વારા સંયુક્તપણે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઇ પટેલની ઉપસ્થિતિમાં સેંટ જોસેફ શાળા, આણંદ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ સરકાર દ્વારા કાર્યરત વિવિધ વિભાગોની મહિલાલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી મેળામાં ઉપસ્થિત કિશોરીઓને તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નિપાબેન પટેલે કિશોરીઓને પોષણયુક્ત આહાર લેવા તથા પુર્ણા યોજના હેઠળ મળતા વિવિધ પુર્ણા શક્તિ પેકેટ તેમજ મિલેટસને આહાર તરીકે મેળવવા માટે વિવિધ વાનગીઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી. દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી અને મહિલા અને બાળ અધિકારીશ્રી ફરજાનાબાનુ ખાન દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના, કાયદાકીય જોગવાઇઓ તથા મહિલા અને બાળ વિકાસ કચેરીની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી કિઓશોરીઓને માહિતગાર કરી હતી. આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.પુર્વીબેન નાયક દ્વારા આઈ.સી.ડી.એસ. તથા આરોગ્ય શાખાની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લાના શિક્ષણ કચેરી, શ્રમ અને રોજગાર, સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગૃહ વિભાગ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓએ દ્વારા માર્ગદર્શક સ્ટોલ ઉભા કરી કાર્યક્રમમાં વિવિધ યોજનાકીય વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવેલ કિશોરીઓનું હાઈજિન કીટ, બેગ તથા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય શાખા દ્વારા કિશોરીઓના હિમોગ્લોબીન, એનિમિયાની તપાસ કરવામાં આવી હતી. આ કિશોરી મેળાના કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ., આણંદ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓ તથાઅ મોટી સંખ્યામાં કિશોરીઓ-મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM