પાવાગઢ મંદિરના ઘી ના સેમ્પલ કોઈપણ જાતની ભેળસેળ વગરના નીકળ્યા

અંબાજી મંદિરમાં ફ્રૂટ એન્ડ ડ્રગ્સ દ્વારા મોહનથાળ ના પ્રસાદના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં ઘણું બધું કૌભાંડ બહાર આવ્યું ત્યારબાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાવાગઢ મંદિરેથી પણ પ્રસાદના સેમ્પલ લેવામાં આવ્યા હતા પાવાગઢમાં મહાકાળી માતાના પ્રસાદમાં હોન્સ ડેરી ,મહેસાણા નું ગાયનું ઘી વપરાતું હતું. ફ્રુડ અને ડ્રગ વિભાગ દ્વારા લીધેલા સેમ્પલમાં કંઈ પણ વાંધાજનક ન હોવાનો ખુલાસો થયો છે. ગાયના ઘીમાંથી મોટા પ્રમાણમાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. સામાન્ય દિવસોમાં 20,000 જેટલા પ્રસાદ ના પેકેટ તૈયાર કરવામાં આવે છે જ્યારે નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન 40000 થી પણ વધુ પ્રકારના પેકેટ તૈયાર કરવામાં આવે છે. ઘીમાં કંઈ પણ વાંધાજનક નહીં હોવાનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે જાહેર કરેલ છે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *