
રિપોર્ટ, મયુર પટેલ
બારડોલી તાલુકાના કડોદ નગર ખાતે આવેલ શૈક્ષણિક જગતમાં પ્રસિદ્ધ કડોદ હાઇસ્કુલ ના ઉચ્ચતર પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માં ભણવાની પ્રક્રિયામાં શિક્ષક તો એક માર્ગદર્શક કડી સમાન છે.વિદ્યાર્થીના જીવન વિકાસમાં પ્રવાસ-પર્યટનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીને એક નવું વાતાવરણ મળે છે. અવનવી બાબતો તેને પ્રત્યક્ષ જોવા-જાણવાની- સમજવાની તક મળે છે. શાળામાં યોજાતા પ્રવાસ-પર્યટનોથી વિદ્યાર્થી ને પોતાના સાથીમિત્રો સાથે અનેરો સંગાથ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓને સમૂહમાં, પોતાના મિત્રો સાથે મુક્ત આનંદ માણવાની તક મળે, હળવું મનોરંજન મળે, સાથે નવા સ્થળને લીધે તેનું ઐતિહાસિક, ભૌગોલિક જ્ઞાન પણ વધે છે. બાળકમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ વધારે સતેજ બને એવા શૈક્ષણિક આશયને સિદ્ધ કરવા માટે શાળાના આચાર્ય સંદીપભાઈ ચૌધરી, સાથે સ્ટાફગણ નુઆયોજન અને સંચાલક મંડળની અનુમતિથી નર્મદા નદી કિનારે આવેલા સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રેરક પ્રવાસ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ એ જંગલ સફારી,ગ્લો ગાર્ડન,લેસર સો જેવા સ્થળોની મુલાકાત લઇ આ પ્રેરણા પ્રવાસનો ભરપુર આનંદ માણ્યો હતો