બી.સી.એ. કોલેજ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીવિસનગર ખાતે Alumni Meet નું  આયોજન

સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા સંચાલિત શ્રી સી. જે. પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીજ ખાતે તા. ૩૦-૧૧-૨૦૨૩ ના કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓં માટે સ્નેહમિલન સમારોહ (Alumni meet) નું આયોજન કરવામાં આવ્યું હતું.કોઈપણ શૈક્ષણીક સંસ્થા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓં માપદંડ તરીકે લઇ શકાય.ખાસ કરીને technical અભ્યાસક્રમ ચાલતા હોય એવી B.C.A. કોલેજ માટે તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઇન્સ્ટીટયુટ અને industriyવચ્ચેની ખાઈ પુરવામાં ખુબ જ મદદગાર પુરવાર થાય છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અવાર નવાર સંસ્થામાં વર્કશોપ,સેમીનાર,પ્લેસમેન્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓં માં સક્રિય રસ લઈને હાલ ના વિધ્યાર્થીઓંને બનતી મદદ કરી રહ્યા છે.સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના પ્રેસીડેન્ટ પ્રકાશભાઈ પટેલ  તથા પ્રોવોસ્ટ પ્રો.પ્રફુલકુમાર ઉદાણી એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંને આશિવર્ચન આપ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અભિજિતશિહ જાડેજા ના માર્ગદર્શન હેઠળસમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *