

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય “૮૧મી સર્વ નેતૃત્વ” નિવાસી તાલીમ શીબીરનું આયોજન સર્વ વિદ્યાલય, કડી ખાતે તારીખ ૪ થી ૮ ડિસેમ્બર કરવામાં આવ્યું, જેમાં સર્વ વિદ્યાલયની ૧૫ વિવિધ કોલેજોમાથી ૭૦ વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પાંચ દિવસીય કેમ્પમાં માસ્ટર ટ્રેનર તરીકે દીપકભાઈ તેરૈયા અને ઉમાબહેન તેરૈયા ઉપસ્તિત રહી વિવિધ પ્રવૃતિઓ જેમ કે ગેમ્સ, શોર્ટ ફિલ્મ્સ, ગ્રુપ વર્ક અને સ્ટ્રક્ચરલ પ્રશ્નાવલી દ્વારા નેતૃત્વના વિવીધ પાસાઓને સાંકળી લેતા વિષયોની તાલીમ આપી હતી. તેમેને તાલીમાર્થીઓને અત્મનીરીક્ષણ કરી સ્વમૂલ્યાકન દ્વારા પોતાની શક્તિને ઓળખી તેનો યોગ્ય ઉપયોગ કરતા શીખવ્યું, જીવનમાં માંબાપનું મહત્વ અને યોગદાનની વાત કરી, સામાજિક પ્રશ્નોથી વાકેફ કરી તેના નિરાકરણ માટેનું માર્ગદર્શન આપ્યું, “વાસુન્ધેય કુટુમ્બકમ” નો ભાવ જગાડવા કોમવાદ, જ્ઞાતિવાદ થી ઉપર ઉઠી માનવ બનવા આહવાન કર્યું અને છેલ્લે જીવનમાં સફળ થવા પોતાના પવિત્ર હૃદયને સાંભળી પુરુષાર્થ દ્વારા આગળ વધવા શીખ આપી. તાલીમ દરમિયાન ગેસ્ટ સ્પીકર તરીકે અમદાવાદના જાણીતા રિક્ષાવાળા ઉદયભાઇ જાદવ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી જ્યારે ડો. કપિલ ત્રિવેદી દ્વારા શરીર અને મનને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા જીવનમાં યોગ, ધ્યાન અને કસરતનું મહત્વ સમજાવ્યું હતું. તાલીમના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓને, હાજીપુર સ્થિત મંથન અપંગ કન્યા સંકુલની મુલાકાત કરાવી હતી. નિવાસી શિબિરના અંતે સમાપન સમારંભમાં સર્વ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીના પ્રમુખ ડોક્ટર મણીભાઈ એસ પટેલ સાહેબ ઉપસ્થિત રહી સંસ્થાની વિસ્તૃત માહિતી આપી સાથે સમાજ અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન સર્વ નેતૃત્વ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. ધર્મેન્ર્દ્રભાઈ પટેલ અને સહાયક તરીકે રાહુલભાઈ સુખડીયા અને પ્રો. વરુણભાઈ શેલત દ્વારા કરવામાં આવ્યું હતું. પૂર્વ તાલીમાર્થી યુવરાજ વિહોલ, અભિષેક પંચાલ, હેતવી ડોંગા ,વિક્રાંત રાઠોડ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.