કડકડતી ઠંડીમાં દિલ્હી ના માર્ગો પર આણંદ ના સાંસદ મિતેશભાઈ પટેલ ધાબળા વિતરણ કરતા દિલ્હી ના સ્થાનિક લોકો એ સેવા ભાવના ને બિરદાવી

રિપોર્ટ : બીના પટેલ

હાલ માં શિયાળાની કડકડતી ઠંડી નો માહોલ સર્વત્ર ચાલી રહ્યો છે તેમાંય દિલ્હી ની ઠંડી ની તો વાત જ ન થાય તેવા માં દિલ્હી ખાતે સંસદસભા ની કામગીરી ને ઉપસ્થિત રહેતા આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા માટે સાંસદ ની કામગીરી ને મહત્વ ન આપતા માનવસેવા ની મહેકને પણ પ્રસરાવવા નું કાર્ય કરવામાં આવતા દિલ્હી ના સ્થાનિક લોકો એ પણ તેમની સેવા ભાવના ને બિરદાવી હતી. રાત્રિ ના સમયે કડકડતી ઠંડીમાં મિતેશભાઈ પટેલ દિલ્હી ની સડકો પર સૂઈ રહેલ ભિક્ષુકો સહિત જરૂરિયાતમંદ લોકો ને ધાબળા ઓઢાડી ને અનોખી સેવા ની હુંફ આપવાની સાથે સાથે મોદી સરકાર નું સૂત્ર પણ સાચા અર્થ માં સાર્થક કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન કેટલાક સ્થાનિક જાગૃતિ દ્વારા આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ ની સેવા ને બિરદાવતા પોતાના મોબાઈલ કેમેરા ના માધ્યમ થી સોશિયલ મીડિયા માં વહેતી કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *