
રિપોર્ટ : બીના પટેલ
અજરપુરા, ખડોલ (હળદરી), સુંદરણા અને વિરોલ (સીમરડા) ગામના લોકો પાસે વિવિધ સરકારી યોજનાઓનો ગામમાં જ લાભ લેવાનો અવસર

આણંદ, શનિવાર રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોને ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના ગામ ખાતેથી જ આપવામાં આવી રહ્યા છે.

આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને નાગરિકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે આજે તા. ૩૧ મી ડિસેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૩૨ માં દિવસે યાત્રાનો રથ આણંદ તાલુકાના અજરપુરા, આંકલાવ તાલુકાના ખડોલ (હળદરી) તથા પેટલાદ તાલુકાના સુંદરણા અને વિરોલ (સીમરડા) ખાતે પહોંચશે. આ રથના માધ્યમથી ગ્રામજનોને ગામો ખાતે જ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે વિવિધ લાભાર્થીઓને યોજનાના લાભ આપવામાં આવશે.