અંકલેશ્વર તાલુકા ના નવા હરિપુરા ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષા ના નવમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર તાલુકા ના નવા હરિપુરા ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષા ના નવમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુ માં વહીવટી તંત્ર ના 13 વિભાગો ની 56 જેટલી સેવાઓ ને આવરી લેવામાં આવી હતી સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત ની આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

રાજ્ય માં વહીવટ માં પારદર્શિતા વધે તેમજ પ્રજા ની વ્યક્તિલક્ષી રજૂઆતો ના ઉકેલ ની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડા નો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજના ઓ થી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ,ત્યારે અંકલેશ્વર ના નવા હરિપુરા ગામ ની પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષા ના નવમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુ માં ,તાલુકા પંચાયત ના પ્રમુખ પુષ્પાબેન પટેલ ,,જિલ્લા પંચાયત ના સભ્ય ભરત પટેલ સહીત તાલુકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુ માં ગ્રામજનો એ વહીવટી તંત્ર ના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓ નો સ્થળ ઉપર લાભ લીધો હતો આ કાર્યક્રમ માં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમ માં 13 વિભાગો ના અધિકારીઓ ,કર્મચારીઓ ,ગામના સરપંચ સંકેત પટેલ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *