સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એંજિનિયરીંગનાં (એમ.સી.એ ડીપાર્ટમેન્ટ) વિસનગર દ્વારારાજ્યકક્ષાની ટેકનિકલ મીટ TechVision-2024 યોજાઈ


ડેવીડ પટેલ ,મહેસાણા

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એંજિનિયરીંગ (એમ.સી.એ ડીપાર્ટમેન્ટ) માં તા. ૦૩/૦૨/૨૦૨૪ ના રોજ રાજ્યકક્ષાની ટેકનિકલ મીટ “TechVision-2024” યોજાઈ. આ ટેકનિકલ મીટમાં સમગ્ર રાજ્યની બી.સી.એ. , બી. એસ.સી(આઈટી), એમ.એસ.સી(આઇટી), બી.કોમ અને એમ.સી.એ. કોલેજના ૪૦૦ થી વધારે વિધાર્થીઓએ ભાગ લીધો. આ મીટ નાં પ્રથમ ભાગરુપે “Generative AI and it’s Application” વિષય ઉપર તજગ્ન ડૉ. સચિન શર્મા એ વિશ્ત્રુત માહિતી આપી અને Artificial Intellengence ક્ષેત્રે વિવિધ ટેકનોલોજી નો ઉપયોગ કરીને કારકિર્દિ કેવી રીતે બનાવી શકાય એની વિશ્ત્રુત સમજ આપી હતી. ટેકનીકલ મીટ ના બીજા ભાગરુપે ટેકનીકલ અને નોન ટેકનીકલ સ્પર્ધા યોજાઈ. જેમાં “Tech Rangoli , Tech Presentation, Web Spear , Poster Presentation, Code Villa અને Tech Quiz” જેવી ટેકનીકલ તેમજ “Just A Minute અને Selfie With College” જેવી નોન ટેકનીકલ સ્પર્ધાઓ યોજાઈ જેમાં ૪૦૦ થી વધારે વિધાર્થીઓએ ભાગ લીધો. આ ટેકનીકલ મીટ્ના ઉદઘાટન સમારંભમાં અધ્યક્ષ તરીકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પ્રફુલકુમાર ઉદાણી, ડાયરેક્ટર ટેક્નિકલ ડૉ. એચ.એન શાહ, ડીન (એફ.સી.એસ) ડૉ. કીરીટ મોદી, પ્રિંન્સીપાલ, સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એંજીનિયરિંગ, ડૉ.પી.જે.પટેલ, એસોસિએટ ડીન એફ.સી.એસ અને હેડ, એમ.સી.એ. ડિપાર્ટ્મેંટ ડૉ. મહંમદ ઇદ્રિશ આઈ. સંધિ તથા અન્ય ફેકલ્ટી ના ડીન અને આચાર્ય તેમજ પ્રાદ્યાપકોએ હાજરી આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનાં સમાપન સમારંભમાં વિવિધ ટેક્નીકલ અને નોન ટેકનીકલ ઈવેંટમાં પ્રથમ, દ્વિતીય અને ત્રુતિય નંબર લાવનાર વિધાર્થીઓને ટ્રોફી તથા રેંક સર્ટિફીકેટ એનાયત કરી સંમાનીત કરવામાં આવ્યા હતા. આ મીટનાં કો. ઓર્ડીનેટર શ્રી જીતેન્દ્ર એચ. દરજી અને અન્ય સ્ટાફગણે ખુબજ ખંત અને ઉત્સાહ્થી કામગીરી બજાવી આ કાર્યક્રમ ને શફળ બનાવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM