
અમે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું તેના કરતાં બમણું કામ કર્યું આ મોદી ગેરંટી છે : હિતેન્દ્રભાઈ પટેલ

હિંમતનગર :ઇકબાલ મેમણ
લોકસભાની ચુંટણીને લઈને ભાજપે સાબરકાંઠા-અરવલ્લી બેઠકમાં સમાવિષ્ટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ ધપાવાઈ રહયુ છે ત્યારે બુધવારે સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભાજપે સંકલ્પ પત્ર સુચન અભિયાનનો પ્રારંભ કર્યાની જાહેરાત કરી છે. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારા સુચનોને ઉચ્ચ કક્ષાએ મોકલી અપાશે અને જરૂર પડશે તો આ સુચનોને આધારે ભાજપ જરૂરી ફેરફાર પણ કરશે.
વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 માટે દેશભરમાં એક કરોડ કરતાં વધારે લોકોના સૂચન/સુઝાવ એકત્રિત કરવાનો અભિયાનનો ટાર્ગેટ છે. તેમ આજે હિંમતનગરમાં *મોદી કી ગેરંટી અભિયાન- અંતર્ગત *પત્રકાર પરિષદ*માં ભાજપના પ્રદેશના સહ પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલે માહિતી આપતા વધુમાં જણાવેલ કે રાષ્ટ્રીય સ્તરે 26 ફેબ્રુઆરી 2024 ના રોજ દિલ્હી મુખ્ય કાર્યાલય માંથી આ અભિયાન રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાજીએ શરૂઆત કરી હતી. આજે સમગ્ર ગુજરાતમાં તમામ લોકસભા સીટ માં સાંસદ સહિત પ્રદેશના નેતાઓ દ્વારા પત્રકારશ્રીઓને માહિતી આપવા પત્રકાર પરિષદ બોલાવી છે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ બુથ સ્તરે, ઘરે-ઘરે જન સંપર્ક કરી, જનતાના સૂચન/સુઝાવ એકત્રિત કરાશે, દરેક લોકસભા દીઠ બે LED પ્રચાર વાહન સતત લોકસભા વિસ્તારમાં ફરશે, નાની-નાની સભા દ્વારા સૂચન/સુઝાવ એકત્રિત કરાશે, ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સહિત નાની બેઠકો કરી સૂચનો/સુઝાવ એકત્રિત કરાશે, જેમાં વિવિધ સમૂહ જેવા કે સી.એ., વકીલ, ડોક્ટર, શિક્ષક, આઈટી પ્રોફેશનલ, વેપારી, ખેલાડી, પૂર્વ સૈનિક, સલાહકાર ક્ષેત્રે વિવિધ વર્ગના લોકોના સૂચન/સુઝાવ લેવાશે જે માટે મિસ કોલ નંબર 9090902024 શરૂ કરવામાં આવ્યો છે.
હિતેન્દ્રભાઈ પટેલે છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે તેમજ મોદીની ગેરંટી વિશે વિસ્તૃત માહિતી આપી જણાવેલ કે અન્ય પક્ષો વંશવાદ, પરિવારવાદ, જાતિવાદનો ઉપયોગ કરી પ્રજા સમક્ષ જાય છે જ્યારે આપણે વિકાસના કામો ને લઈને ગેરંટી લઈને કામ કરી રહ્યા છીએ. દેશમાં ઔદ્યોગિક કરણ 7.5 જેટલો વિકાસ દર લાવ્યા જે દુનિયાના દેશો કરતા આજે આપણો દેશ મજબૂતાઈથી આગળ વધ્યો છે. પશુપાલકો, ખેડૂતો માટે પણ અનેક યોજનાઓ લાવી ખેડૂતોની આવક બમણી કરી છે. નાના મોટા બદલાવ કરી સિસ્ટમમાં સુધારો કરી નાગરિકોનું કામ સરળ કર્યું છે. દુનિયાના દેશોમાં પણ મોદી સાહેબને સ્વીકારી તેમને તમામ દેશો તેમને આમંત્રિત કરે છે. આ આપણી તાકત વધી છે, રોજગારીમાં દેશમાં ગુજરાત પ્રથમ રહ્યો છે, આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યાકુંવરબા પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, ધારાસભ્યો સર્વશ્રી રમણલાલ વોરા, વી. ડી. ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, તાલુકા પ્રમુખ ભૂમિકાબેન પટેલ પણ હાજર રહેલ.
