પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ,અમરોલીના વિદ્યાર્થીઆેએ સુમુલ ડેરીની મુલાકાત લીધી.

જીવનજયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહઇન્સ્ટીટયુટઆેફ મેનેજમેન્ટ,આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ),વી.એલ.શાહકોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ),સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, અમરોલી આલતા અભ્યાસક્રમ પૈકી બી.બી.એ.ના બીજા વર્ષ્ાના કુલ ૧૧૦ જેટલા વિદ્યાર્થીઆેમાટે ઈન્ડસ્ટ્રીયલ વીઝીટના ભાગ રૂપે તા.૧૨-૦૩-૨૦૨૪ના રોજ સુમુલ ડેરીના છશષ્ શ્રી જી.એ.શેખની મંજુરીથી મુલાકાત ગોઠવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઆેને સુમુલ ડેરીના વિવિધ પ્લાન્ટ જેવા મિલ્ક પેકીંગ, કુલ સ્ટોરેજ, બટર મેંકિગ, પનીર મેકિંગ, ઘી પાઊચ પેકિંગ તેમજ બેકરીની વિવિધ પ્રોડકટ અંગે સુમુલડેરીના ગાઇડ દ્બારા વિદ્યાર્થીઆેને માહિતી આપવામાં આવી હતી.
ઇનોવેટીવ ટીચીંગના ભાગ રૂપે વિદ્યાર્થીઆેમાં મોટાપાયે વ્યવસાયિક કામગીરીની સમજ, જીવનમાં મોટા સ્વપ્ન જોવાની પ્રેરણા, યુવા પેઢીને આવતીકાલના ઉદ્યમી, નવીનતા અને સિદ્ઘિ મેળવનાર બનાવવામાં મદદ કરે તે માટે કોલેજ દ્બારા કંપની/ડેરીઆેની મુલાકાત કરવામાં આવે છે.
આ સમગ્ર કાર્યક્રમ અને મુલાકાતનું આયોજન કોલેજ આચાર્યશ્રી ડો.મુકેશ આર. ગોયાણી, માર્ગદર્શન હેઠળ કો-આેર્ડિનેટર પ્રા.ડાર્ૅ. સ્વાતી મહેતા,પ્રા.ડાર્ૅ.નિલેશ પટેલ, પ્રા.સોયેબ મેમણ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *