
સુરત મહાનગરપાલિકા ઘ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં માન. સાંસદસભ્ય શ્રી સી.આર. પાટીલના વરદહસ્તે અંદાજીત રૂ. ૯૧૩.૭૩ કરોડના ખર્ચે સાકારિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ/લિંબાયત ઝોન વિસ્તારમાં ડિંડોલી-ખરવાસા મેઇન રોડ પર સાંઇ પોઇન્ટ જંકશન પર ફલાઇ ઓવર બ્રિજ સહિતના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્તની તકતીઓની અનાવરણવિધિ અને ઉત્રાણ થી ભેસ્તાન રેલ્વે લાઇનની સમાંતર, અસરગ્રસ્તોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૯૬પ આવાસોનો કોમ્પ્યુરાઇઝડ ડ્રો આજ રોજ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ પ્રસંગે માન. ડે. મેયર શ્રી નરેન્દ્રભાઇ પાટીલે તેમના સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગે માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે, ભારત સરકારશ્રી ધ્વારા સને ૨૦૨૨ સુધીમાં દરેક કુટુંબોને પોષણક્ષમ ભાવે પોતાનું પાકું મકાન મળી રહે તે હેતુસર પ્રધાનમંત્રી આવાસ યોજના પી.એમ.એ.વાય સમગ્ર ભારતમાં વર્ષ ૨૦૧૫ માં શરુ કરવામાં આવેલ છે આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૫૭ સ્થળોએ રૂ ૨૦૮૭.૧૫ કરોડના ખર્ચે કુલ ૨૯૮૭૬ આવાસો મજુર કરવામાં આવેલ છે. ૫૧ સ્થળોએ રૂ.૧૭૯૮.૩૧ કરોડના ખર્ચે ૨૬૪૦૪ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ૬ સ્થળોએ ૨૮૮.૮૪ કરોડના ખર્ચે ૩૪૭૨ આવાસો પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજદિન સુધી ૨૪૪૯૦ આવાસોના ડ્રો કરવામાં આવેલ છે. ગરીબોનું જીવન ધોરણ ઊંચું લાવવા આદરણીય પ્રધાનમંત્રીશ્રી એ કરેલ સંકલ્પ પૂર્ણ કરેલ છે વધુમાં સુરત શહેરની શાળામાં દર મહિનાની અંતિમ તારીખે વૈદિક રીતે હવન કરી બાળકોમાં ધર્મિક સંસ્કારોનું સિંચન કરાય ચાલી રહ્યું છે. જે અનુકરણીય છે.

આ કાર્યક્રમ પ્રસંગે માન. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે, ખરેખર આજે આનંદનો દિવસ છે.આજે લોકોના ઘરનું ઘર નું સ્વપ્ન પૂર્ણ થનાર છે.તેમજ લિંબાયત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ તથા નવા પ્રકલ્પોની ભેટ મળી છે.

આ કાર્યક્રમ પ્રસંગે માન. ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિક ધ્વારા શહેરમાં ફ્લાયઓવર બ્રીજ, પીવાના પાણીની, લાઈટની, ડ્રેનેજની વગેરેની પ્રાથમિક સુવિધાઓ શહેરની ૭૦ લાખ વસ્તીને આપી રહી છે. સુરત શહેરને સ્વચ્છતાના ક્ષેત્રે મળેલ પ્રથમ એવોર્ડ માટે અધિકારીઓ, પદાધિકારીઓને શુભેચ્છાઓ આપી હતી. આખા દેશમાં સુરત સૌથી વિકસિત શહેર બન્યું છે.
આ કાર્યક્રમ પ્રસંગે માન. મંત્રી (રા.ક.), વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા શ્રી મુકેશભાઇ પટેલે તેમના પ્રવચનમાં જણાવ્યું કે સુરતને અને દક્ષિણ ગુજરાતને ઘણી બધી ગ્રાન્ટો મળી છે અને ખુબ વિસ્તાર ડેવલપ્ટ થયા છે સુરત મહાનગરપાલિકા ઘ્વારા સેોવ પ્રથમ તાપી કીનારે ઝુપડીમાં રહેતા લોકોને કોસાડના આવાસ આપવામાં આવ્યા અને સેોવ પ્રથમ ૧૦૦૦૦ આવાસ બનાવવાની કામગીરીની શરૂઆત કરી અને લોકોને જુપળપટ્ટી માંથી કાઠીને આવસમાં લઇ જવાનું કામ સુરત મહાનગરપાલિકા એ કર્યુ. અને આજે પણ ૯૬પ લોકોને પોતાના ધરની છત મળવાની છે.

આ કાર્યક્રમ પ્રસંગે માન. સંસદસભ્ય શ્રી સી. આર.પાટીલ તેમના પ્રવચનમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા ધ્વારા કરવામાં આવેલ વિકાસ કર્યોનાં ફળ શહેરી જનોને મળે છે. તેના કારણે સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે. સુરત મહાનાગરપાલિકા ધ્વારા એક જ દિવસમાં અંદાજિત રૂ.૯૧૩.૭૩ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવે છે. લીંબાયત વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસના કામોથી આ વિસ્તરના લોકોનું જીવનધોરણ ઊંચું આવેલ છે. સુરત શહેરમાં આગામી ૫૦ વર્ષમાં વસ્તી વધારો થશે પરિણામે ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ થશે. આ ઉદ્યોગોને પાણીની જરૂરિયાતનું પણ આયોજન મહાનગરપાલિકાએ કરેલ છે. આજ રોજ કરવામાં આવેલ આવાસોના ડ્રો થી ૯૬૫ લોકોને ઘર મળશે. ગુજરાત તથા દેશમાં થઇ રહેલ વિકાસ કાર્યોને લીધે માન.પ્રધાનમંત્રી શ્રી માં વિશ્વાસ અપાવ્યો છે. વધુમાં મહિલા શશક્તિ કરણ તથા દેશના યુવાનો સ્વાવલંબી બને તે માટે વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
આ કાર્યક્રમ પ્રસંગે માન. ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, માન. ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલ, માન.સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજન પટેલ,માન.પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, માન.નેતા શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી, માન.દંડક શાસક પક્ષ શ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, માન.વિવિધ સમિતિ અધ્યક્ષશ્રીઓ, માન.મ્યુ સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પત્રકારો અને નગરજનો ઉપસ્થિત રહયા હતા.