ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર્સની કામગીરી કરતો યુવાન બિમાર પડતા કોરોના મહામારીમાં દર્દીઓને ઓક્સિજન ખૂટે નહીં તે માટે પત્નીએ બિમાર પતિનો ધંધો સંભાળી લીધો છે. હોસ્પિટલો તથા મેડિકલને ઓક્સિજનની જરૂરિયાત પુરી પાડીને સેવાનું ઉમદુ ઉદાહરણ સાથે નારી નારાયણી બની હતી (પતિ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ) ધોરાજી, ઉપલેટા અને જામકડોરણા પંથકમાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે. ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધી રહ્યાં છે. ત્યારે ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર તરીકે કામગીરી કરતા અનુભાઈ ટીલાળાની છેલ્લા એક અઠવાડિયાથી તબિયત ખરાબ થઈ જતા સારવારમાં ખસેડાયા છે. ત્યારે ધોરાજી તથા આજુ-બાજુના વિસ્તારમાં સરકારી, ખાનગી હોસ્પિટલો કે ઘરે સારવાર લેતા કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજન ખૂટે નહીં તે માટે ઓક્સિજન સપ્લાયરનો ધંધો પત્ની પ્રિતીબેને સંભાળીને હાલની મહામારીમાં લોકોના આરોગ્ય માટે ઓક્સિજનની જરૂરીયાત પુરી પાડવા મહેનત શરૂ કરી છે. (પતિ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ) ૨૪ કલાક ઓક્સિજનના બાટલા હોસ્પિટલને પુરા પાડવામાં આવે છે. ૨૪ કલાક ગમે ત્યારે હોસ્પિટલ કે ઘરે સારવાર લેતા કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાએ પોતાના પતિની તબિયતની ચિંતા કર્યા વગર કોરોના પોઝિટિવ દર્દીઓની ચિંતા કરી ઓક્સિજનની ઘટ ન પડે તે માટે નારી નારાયણી બનીને મહેનત કરી રહી છે. અનુભાઈ ટીલાળાના પત્ની પ્રિતીબેન ટીલાળાએ જણાવ્યું હતું કે, મારા પતિનો વ્યવસાય ઓક્સિજન સપ્લાય કરવાનો છે. મારા પતિ બિમાર પડતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે હાલ કોરોના વાયરસની મહામારીમાં બિમાર પડેલા લોકોને ઓક્સિજનની ઘટ ન પડે અને હેરાનગતિ ન થાય તે માટે લોકોના આરોગ્ય માટે હોસ્પિટલો કે જરૂરીયાતમંદ કોરોના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે પતિનો ધંધો સંભાળીને માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદેશ સાથે કામગીરી શરૂ કરી છે
રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી

