માંડવી ના સાંજીપડી વિસ્તાર માં આગ ની ઘટના..

માંડવી:શહેરના રહેણાંક વિસ્તારમાં રંગચુલી પાસે શિવમ બેકરીની દુકાનમાં વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા માંડવી નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધેલ રંગચુલી પાસે આવેલ શિવમ બેકરીમાં આગ લાગી હતી. અહીં રહેતા પત્રકાર અજય ખત્રી સવારે ૪ વાગ્યે ના સમય દરમ્યાન તેમની નજર આગ પર પડતા તાત્કાલિક ગુજરાત વિદ્યુત બોર્ડને જાણ કરી વિદ્યુત પુરવઠો બંધ કરવા જાણ કરી અને તાત્કાલિક માંડવી નગરપાલિકાના હેડ ક્લાર્ક કાનજી શિરોખાને જાણ કરતાં તેમણે નગરપાલિકામાં ભૂપેન્દ્ર સલાટને ટેલિફોનિક સૂચના કરતાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ અરવિંદ પરમાર અને આશિષગીરી ગોસ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયત્ન કર્યો હતો.આગને કારણે વધુ નુકશાન ના પહોંચે તે માટે સ્થાનિકો ની સાથે પૂર્વ નગર સેવક નરેનભાઈ સોની સહયોગી થયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *