
કોરોના મહામારીમાં સાવચેતી બાબતે લોકોમાં જાગૃતિ આવે તેમજ બધાં સ્વસ્થ અને સુરક્ષિત રહે તે હેતુથી આહવા ગ્રામ પંચાયત વોર્ડ નં ૧૨ ના યુવા કાર્યશિલ સભ્ય ધર્મેશભાઈ ચૌહાણ તરફથી પોતાના વોર્ડમાં દરેક ના ઘરે એક કવર આપવામાં આવ્યું. આ કવરમાં કુટુંબના દરેક વ્યક્તિદિઠ N95 માસ્ક તથા કોરોનાથી સાવચેતી રાખવા માટેનું સુચન પત્ર આપવામાં આવેલ.

વધુમાં, જરુરીયાત મંદ પરીવારને ત્યાં સેનીટાઝર પણ વિતરણ કરવામાં આવ્યા હતા.તમામ કામગીરી સરકારશ્રીની કોવિડ-19 ની ગાઈડલાઈનનું પાલન સાથે કરવામાં આવી રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ