ભુજ અદાણી મેડિકલ કોલેજના ચાર રમતવીરની ઈન્ટર યુનિ. બેસ્ટ ઝોનમાં પસંદગી

ભુજ : તબીબી અભ્યાસ અને સતત વ્યસ્તતા વચ્ચે પણ ખેલકૂદમાં રસ જાળવી રાખનાર અદાણી મેડિકલ કોલેજ ભુજના ચાર ખેલાડીઓની કચ્છ યુનિવર્સિટીની વેસ્ટઝોનન ઇન્ટર યુનિ. ટીમ માટે પસંદગી થઈ છે. આ ખેલાડીઓમાં ફૂટબોલ અને બેડમિન્ટનના બબ્બે રમતવીરોનો સમાવેશ થાય છે. ટીમના મેનેજર અને માઈક્રોબાયોલોજી વિભાગના આસી. પ્રો. શિલ્પાબેન સુપેકરે કહ્યું કે, તાજેતરમાં કચ્છ યુનિ. દ્વારા ઇન્ટર કોલેજ ૨૦૨૧ અંતર્ગત વિવિધ ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અદાણી મેડિકલ કોલેજમાં બેડમિન્ટન અને ફૂટબોલની ટીમે ભાગ લીધો હતો અને આ બને ટીમ ત્રીજા સ્થાને રહી હતી. આ બે ટીમમાંથી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિ. માટે પસંદ થયેલા ખેલાડીઓમાં બેડમિન્ટનના એમબીબીએસ ૨૦૧૮ની બેચના તેજસ ઠક્કર અને પાર્થ કગધરા જ્યારે ફૂટબોલ માટે ઋષિક બારડ અને દર્શન દેસાઇએ મેદાન માર્યું હતું. આ બંને ટુર્નામેન્ટ આદિપુર ખાતે યોજાઇ હતી. મેડિકલ કોલેજ વતી બેડમિન્ટનમાં ૬ અને ફૂટબોલમાં ૧૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. કોલેજના ડીન ડો. એ.એન. ઘોષ,એસો. ડીન.ડો. એન.એન. ભાદરકા, મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈ તેમજ ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ અભિનંદન આપ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *