
મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ સ્કૂલ માં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી યોજાઈ; આબેહૂબ ચૂંટણી જેવી વ્યવસ્થા કરાઈ બાળકોને લોકશાહીનું મહત્વ સમજાવાયું
અમિતકુમાર ઉપાધ્યાય- અરવલ્લી
પ્રિસાઇડિંગ ઓફિસર ,આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ,પોલિંગ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી
સ્કૂલ ખાતે શાળા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં શાળાના વિધાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ ચૂંટણી પ્રક્રિયા લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી અને શાળા માં આ ચૂંટણી આકર્ષકનું કેન્દ્ર બની. જેમ સમગ્ર દેશ ભરમાં લોકસભા વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરવામાં આવે છે તે જ પ્રણાલી પ્રમાણે ચૂંટણી યોજવામાં આવી હતી.દરેક વર્ગમાં પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યોશાળાના વિદ્યાર્થીઓ મતદાનનું મૂલ્ય સમજે અને ફરજિયાત મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. ત્યારબાદ ઉમેદવારી નોંધાવેલ વિદ્યાર્થી દ્વારા વર્ગ ખંડમાં પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ચૂંટણીના દિવસે વર્ગ ખંડમાં મતદાન કુટિર બનાવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં શાળાના ભાગ લીધેલ વિદ્યાર્થીઓ પ્રિસાઇડિંગ ઓફિસર ,આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ,પોલિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી અને તમામ વ્યવસ્થા ગોઠવાયા બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ થકી વિધાર્થીઓ મતદાન જાગૃતિ આવે તે હેતુથી કરવામાં આવ્યોશાળા ચૂંટણી કાર્યક્રમ યોજવાનો હેતુ શાળાના બાળકોને લોકશાહી ઢબે ચૂંટણી કેવી રીતે થાય છે અને લોકશાહી પર્વ કેવી રીતે ઉજવાય છે, તેનાથી માહિતગાર કરવાનો હતો. તથા મતદાન પોતાનો અધિકાર છે અને મતદાન ફરજિયાત કરવું જોઈએ તેવી જાગૃતિ કેળવાય તે હેતુસર શાળાના બાળકોએ આજે ઉત્સાહભેર આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બાળકો લોકશાહીના તહેવારનું મહત્વ સમજે- શાળાના આચાર્ય શાળામાં યોજાયેલ કાર્યક્રમ વિશે શાળાના આચાર્યને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ભારતએ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં ચૂંટણી એ સૌથી મોટો લોકશાહી નો પર્વ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ શાળા ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી જે રીતે સ્થાનિક સ્વરાજ , લોકસભા વિધાનસભાની ચૂંટણી યોજાય છે. તે જ માહોલમાં આ ચૂંટણી યોજાઈ હતી. બાળકો જ્યારે 18 વર્ષના થાય ત્યારે તે મતદાન આપવા માટે જાગૃત થાય અને તેમનો મત આપવાનો અધિકાર મેળવે અને તેની પ્રક્રિયાથી માહિતગાર થાય એ હેતુથી ચૂંટણી યોજવામાં આવી હતી.આ કાર્યકમ અનુંસંધાને મંડળ ના પ્રમુખ બિપીનભાઈ ર શાહ થતા મંડળ ના સર્વ હોદેદારોઓ એ શાળા ના આચાર્ય ધર્મેશ ભાઈ સુથાર થતા મદદનીશ શિક્ષિકા બહેનો મનીષા બેન પ્રિયા બેન હેતલ બેન ભાવના બેન શીતલ બેન ને અભિનંદન પાઠવ્યા હતા