
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત ઘ્વારા અત્યારે હાલ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ 23 અને 24 મે દરમ્યાન સાપુતારા ડાંગ ખાતે સ્કૂલ ગેમ્સ રાજ્ય કક્ષા અન્ડર 19 સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમા ગુજરાત ના 20 થી વધુ અલગ અલગ જિલ્લા ના ખેલાડીઓ એ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો જ્યાં આ સ્પર્ધા માં અરવલ્લી જિલ્લા ના અરમાન શેખ નામનો ખેલાડી ગુજરાત માં નંબર 1 અને જન્મેજય પટેલ ની પણ ગુજરાત ટીમ મા પસંદગી થઇ છે આ બંને ખેલાડી તારીખ 10 જુન થી 13 જુન દરમ્યાન રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધા માં ભોપાલ ખાતે ગુજરાત રાજ્ય નુ પ્રતિનિધિત્વ કરશે આ બંને ખેલાડી ને જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર અને જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન ઋજુલ પટેલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે રમશે અરવલ્લી જીતશે અરવલ્લી નું સૂત્ર સાર્થક કર્યુ હતું.