આણંદ નગરપાલિકાના પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનીટી હોલ ખાતે ભૌતિક સુવિધા,આર.સી.સી રોડ,તથા કમ્પાઉન્ડ વોલ ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાયો.

આણંદ નગરપાલિકાના પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનીટી હોલ ખાતે સરકારશ્રીના 15માં નાણાપંચ યોજનાની ગ્રાન્ટમાંથી બે કોમ્યુનીટી હોલમાં ભૌતિક સુવિધાના કામો તથા ડમ્પીંગ સાઇટ પર આર.સી.સી રોડ તથા કમ્પાઉન્ડ વોલ માટે રુ.298.35 લાખના ખર્ચે કરવાનાં કામોનુ ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીગ્નેશભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી સુમિત્રાબેન પઢિયાર, આણંદ શહેર સંગઠન પ્રમુખ શ્રી મયુરભાઇ પટેલ, મહામંત્રી શ્રી અમીતભાઇ ઠાકોર, પુર્વ પ્રમુખ શ્રી રુપલબેન પટેલ, સહિત નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *